Spread the love

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના રણજીત નગર ખાતે આવેલી ગુજરાત ક્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીના સીએસઆર(CSR) વિભાગ દ્વારા પોતાની કોર્પોરેટ સામાજિક જવાબદારી અંતર્ગત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ વિકાસકીય કામગીરી કરવાની ઝુંબેશ ચલાવી વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપની દ્વારા રણજીત નગર ગામના લોકોના સહયોગથી રણજીત નગર ખાતે ગ્રમજનોના લાભાર્થે ભવ્ય કોમ્યુનિટી હોલ કમ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે.

જે કોમ્યુનિટી હોલ કમ ડેવલોપમેન્ટ સેન્ટરનું ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં હાલોલ-ઘોઘંબા વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારના વરદ્ હસ્તે તેમજ જીએફએલ કંપનીના અધિકારીઓ સહિત સ્થાનિક અગ્રણીઓની હાજરીમાં આજે કોમ્યુનિટી હોલ કમ સ્કીલ ડેવલોપમેન્ટ સેન્ટર નું ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરાયું હતું જેમાં કોમ્યુનિટી હોલનું ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સહિત મહાનુભાવોના હસ્તે રીબીન કાપી ઉદ્દઘાટન કરી જાહેર જનતાના લાભાર્થે લોકાર્પણ કરાયું હતું જેમાં આજના વિશેષ કાર્યક્રમના વિશેષ પ્રસંગે શાળાની બાળાઓ દ્વારા પ્રાથના ગીત તેમજ ગરબા સહિતનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા જ્યારે જીએફએલ કંપનીના એચ.આર. વાઇસ પ્રેસિડેન્ટ સુનીલ ભટ્ટ દ્વારા પોતાના સુમધુર કંઠે ભજન ગીત રજૂ કરી ઉપસ્થિત મહાનુભવો સહિત સૌ કોઈ ને ડોલાવ્યા હતા જ્યારે ઉપસ્થિત તમામ મહાનુભવો દ્વારા પ્રસંગને અનુરુપ પ્રાસંગિક પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં આજના આ વિશેષ પ્રસંગે ધારાસભ્ય સહિત પંચમહાલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ભુપેન્દ્રભાઈ (ભીખાભાઈ) સહિત ગુજરાત ફલોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીના કોર્પોરેટ એચ. આર.હેડ કલોલ ચક્રવતી, એચ.આર. વાઇસ પ્રેસિડેન્ટ સુનીલ ભટ્ટ,યુનિટ હેડ જય શાહ, જનરલ મેનેજર જીગ્નેશ મોરી,સહિત રણજીત નગરના સરપંચ માધુભાઈ રાઠવા, ઉપ-સરપંચ મિત્તલભાઈ પટેલ ગામના અગ્રણી શૈલેષ પટેલ સહિત વિવિધ રાજકીય મહાનુભવો તેમજ અન્ય સામાજિક અગ્રણીઓ તેમજ સમગ્ર જીએફએલ કંપનીનો સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *