Spread the love

બનાસકાંઠા sa

કોંગ્રેસ ના લોકસભા ના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું વધુ એક નિવેદન સામે આવ્યું છે.ગેનીબેને જણાવ્યું છે કે,આ ચૂંટણી લોકસભાના સાંસદ કરતા બનાસકાંઠા જિલ્લો સ્વનિર્ભર, સ્વતંત્ર બને અને કોઈપણ જાતની ગુલામીમાં ન જીવે અને બહારના લોકો જે પોતાની હુકુમત જમાવવા માંગે છે એ હુકુમતમાંથી જિલ્લો છૂટકારો મેળવે એ માટે ચૂંટણી મેદાનમાં હું આવી છું.તેમને વધુ માં જણાવ્યું હતું કે,સત્તાનું કેન્દ્ર એક ઠેકાણે હોય તો પ્રજાને એનો અન્યાય થાય ને થાય, વિકેન્દ્ર કરણ હોવું જોઈએ. ગામના આગેવાનનું ઉદાહરણ આપી ગેનીબેન એ કરી વાત.

આ તો કોઈ ઓપ્શન જ નથી ડેરી હોય તો એક ઠેકાણે બેંક હોય તો એક ઠેકાણે સહકારી સંસ્થાઓ એક ઠેકાણે હવે તો લોકસભાને પણ એક ઠેકાણે કરવા માંગે છે- ગેનીબેન

છેલ્લા 10 વર્ષથી બનાશ ડેરી અને બનાસ બેંક એક જ વ્યક્તિના રાજકીય એક હડો બની ગયો…એમનું હારું લાગે એના માટે વસ્તી બોલાવાની… એના માટે સ્ટાફને છોડી દેવાનો… એમનું ભલું થાય અને એમને જ્યાં રાજકીય લાભ મળે છે કોઈકને વસ્તી બતાવવાની હોય…

હવે તો ડેરીની સિસ્ટમ એવી કે ભાજપના જેટલા નેતા આવે એટલે જ્યાં બોલાવે ત્યાં જવાનું.એમાં ખેડૂતોના ઉત્થાન માટે નહીં પણ એના રાજકીય સ્વાર્થ માટેની મીટીંગો – ગેનીબેન

પહેલા તો ભાઈઓને જ બોલાવતા પરંતુ હવે તો બહેનોને બી ફરજીયાત બોલાવે અને એ પણ ધોલે રમાડો જુલમની પણ કોઈ હદ હોય… અને એ પણ બહારથી આવીને

આપ સૌને ખાતરી આપું છું તમે મને લોકસભાના સાંસદ તરીકે આશીર્વાદ આપશો તો બનાસકાંઠામાં બહારના આઈ કોઈ દાદા થવા માંગે છે તો હું એમને કહેવા માગું છું અમારે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે બે જ દાદાને માનો છો ગણપતિ દાદા અને હનુમાન દાદા બીજો કોઈ દાદા થવા માંગતો હોય તો એના મગજમાંથી રહી કાઢી નાખે.. અહીંયા બીજો ત્રીજો કોઈ દાદો નથી…

બનાસકાંઠાની પ્રજા બીજા કોઈ દાદાને ચલાવી લેવાની નથી…

જાગૃતિ રાખજો નઈતર જેમ દાડા ભીંડાય એમ એ કહેશે તમારા છોકરાને નોકરી આલીસ ડેરી આલીસ એવા વાયદા બતાવશે…

દિયોદરના ભગવાનપુરા ગામે યોજાયેલી સભામાં ગેનીબેન ઠાકોરે આપ્યું હતું નિવેદન…

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *