Spread the love

હવે 13મી ડિસેમ્બરે સંસદમાં ઘૂસણખોરી મામલે નવા ખુલાસા સામે આવી રહ્યા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીઓએ સંસદની બહાર રેકી પણ કરી હતી. તમામ આરોપીઓ સોશિયલ મીડિયા પેજ ‘ભગત સિંહ ફેન ક્લબ’ સાથે જોડાયેલા હતા.

લગભગ દોઢ વર્ષ પહેલાં તમામ આરોપીઓ મૈસૂરમાં મળ્યા હતા. આરોપી સાગર જુલાઈમાં લખનઉથી દિલ્હી આવ્યો હતો, પરંતુ સંસદભવનમાં પ્રવેશી શક્યો નહોતો. 10 ડિસેમ્બરે એક પછી એક બધા પોતપોતાનાં રાજ્યોમાંથી દિલ્હી પહોંચ્યા હતા.

ઘટનાના દિવસે, તમામ આરોપીઓ ઇન્ડિયા ગેટ પાસે એકઠા થયા હતા, જ્યાં દરેકે કલર સ્પ્રે પોતાની સાથે રાખ્યો હતો. પોલીસે જણાવ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ સંસદની સુરક્ષા ચૂકનો મુખ્ય ષડયંત્રકાર કોઈ અન્ય છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *