Spread the love

પંચમહાલ જિલ્લા માં ગેર કાયદેસર પ્રવૃત્તિ કરતા લોકો વોટસઅપ ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની મુવમેન્ટ પર રાખી રહ્યા છે બાજ નજર.

પંચમહાલ જિલ્લા માં અધિકારી ઓ ના માથે ટોળાતું મોટું જોખમ.

ખાણ ખનીજ માફીઓ દ્વારા રાખતી બાજ નજર ની ઓડિયો ક્લિપ.

છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં ખનીજ માફીયાઓ બેફામ બન્યા છે. એવામાં પંચમહાલ જિલ્લા માં પણ ખાણ ખનિજ માફિયાઓ દ્વારા ખનીજ ખાતાનાં અધિકારીઓની વ્હોટસએપ ગૃપો દ્વારા જાસૂસી કરવા નો ઘટસ્ફોટ થયો છે. ખનીજ માફીયાઓ દ્વારા અધિકારીઓનાં લોકેશન પર પોતાના માણસો દ્વારા નજર રાખતી હોવાનું સામે આવ્યું છે.

ખાણ ખનીજ વિભાગ,કાલોલ મામલતદાર , ઘોઘંબા મામલતદાર , ગોધરા એસ ડી એમ , જિલ્લા પુરવઠા અધિકારી , તેમજ હાલોલ એસ ડી એમ ના લોકેશન પર રખાતી વોચ.

ખાણ ખનીજ,પુરવઠા વિભાગ સહિત ના અધિકારીઓ ના લોકેશન આપતું વોટ્સએપ ગ્રુપ બહાર આવ્યું.

ગ્રુપ બનાવી ને અધિકારીઓ ની સરકારી અને પ્રાઇવેટ ગાડીઓ ના મુવમેન્ટ અને લોકેશન ની વોઇસ નોટ મુકવા માં આવી રહી છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *