dnaindia.com
Spread the love

રાજ્યના 49 બંદરોથી 2022-23માં 55 કરોડ ટનથી વધુ માલસામાનની આયાત-નિકાસ થઇ હોવા ની માહિતી સામે આવી છે . જે દેશમાં કોઇ પણ રાજ્યના બંદરો પરથી થતી સામાનની અવરજવર કરતા વધુ છે. સંસદમાં કેન્દ્ર સરકારે આપેલા જવાબ મુજબ, દેશના 229 મેજર અને નોન-મેજર બંદરો પરથી 2022-23માં છે. જેમાં 39 ટકા હિસ્સો માત્ર ગુજરાત ધરાવે છે. ગુજરાતના દીનદયાળ ઉપાધ્યાય બંદર (કંડલા) ખાતેથી 13.75 કરોડ ટન સામાનની આયાત-નિકાસ થઇ છે. જે દેશમાં કોઇ એક મેજર પોર્ટથી થતી આયાત-નિકાસમાં સૌથી વધુ છે. દેશની આયાત-નિકાસમાં ગુજરાત બાદ સૌથી વધુ માલ-સામાનની અવર-જવર મહારાષ્ટ્રના બંદરોથી થાય છે. દેશના મેજર 12 બંદરો પરથી 78.36 કરોડ ટન અને 217 નોન-મેજર બંદરોથી 64.85 કરોડ ટન માલ-સામનની આયાત-નિકાસ થઇ છે.

bilbaoport.eus


કંડલા બંદરેથી જ એક અંદાજ મુજબ 13.75 કરોડ ટન માલસામાન ની અવરજવર


દેશના 229 બંદરો પર માલ-સામાનની આયાત-નિકાસ થાય છે. જેમાં 12 બંદરો મોટા છે,આ બંદરો માં ગુજરાતના કંડલા બંદરનો પણ સમાવેશ થાય છે. કંડલા બંદરેથી જ વર્ષ 2022-23માં 13.75 કરોડ ટન સામાનની અવર-જવર નોંધાઇ છે. જ્યારે અન્ય 48 નોન-મેજર બંદરો પરથી 41.63 કરોડ ટન સામાનની અવર-જવર થઇ છે. અહીં વિદેશ જતાં અને એક બંદરેથી બીજા બંદરે અવર-જવર થતા માલ-સામાનનો સમાવેશ થાય છે. દેશના લોજીસ્ટિક સેક્ટર માટેના પ્રોજેક્ટ સાગરમાલા હેઠળ ગુજરાતને 12 પ્રોજેક્ટ માટે 1059 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *