Spread the love

વડાલી નજીક શુક્રવારે બપોરે રાજસ્થાનના કોટડાના ગુટખા અને કરિયાણાના વેપારીને વડાલી નજીક વિવાય પાટિયા ખાતે બલેનો કારમાં બે બુકાનીધારી શખ્સોએ પિસ્તોલ બતાવી રૂ.65 લાખની લૂંટ કરી ફરાર થઇ ગયાની વાત વહેતી કરતાં પહેલી નજરે જ શંકાસ્પદ મામલામાં પોલીસે હરકતમાં આવી ગણતરીના કલાકમાં 1 કરોડનું દેવું થઈ જતાં લૂંટનું નાટક કર્યાની કબૂલાત કરાવી વગે કરેલ ઉઘરાણીના 2.5 થી રૂ.5 લાખ ભરેલો થેલો પણ રિકવર કરી લીધો હતો.

બપોર પછી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચાવી દેનાર ઘટનાની ટૂંકમાં જણાવીએ તો કોટડાના ગુટખા અને કરિયાણાનો વ્યવસાય કરતાં મુસ્તકખાન પઠાણ ગુરુવારે ઉઘરાણી માટે આવ્યા હતા અને ખેડબ્રહ્મા તથા પોશીના પંથકમાં ઉઘરાણી કરી વેપારીઓને આંગડિયું કરવા શુક્રવારે અલ્ટો કાર નં જીજે-09એજી-0781માં હિંમતનગર તરફ જવા નીકળ્યા હતા. દરમિયાનમાં વડાલી નજીક વિવાય ખાતે દેવી કૃપા ગેસ એજન્સીની સામે તેમની અલ્ટો કારને બલેનો કારમાં આવેલા બે બુકાનીધારીઓએ રોડ પર અટકાવી ચાલકની બાજુમાં બેઠેલા મુસ્તાકખાનને પિસ્તોલ ધરી તેના પગમાં પડેલ ગુટખાના થેલાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. જેમાં મુસ્તાક ખાનના જણાવ્યા અનુસાર રૂ.65 લાખ હતા.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *